અમદાવાદના જગન્નાથ મંદિરનુ કથિત જમીન કૌંભાડ ! અઠ્ઠાવીસ હજાર વાર જમીનનો એક હિસ્સો બારોબાર મુસ્લિમને ભાડે આપ્યાનો આક્ષેપ

SHARE:

Rajkot, Gujarat News, Bike Accident, Child Safety, CCTV Video, Viral News, Stunt

અમદાવાદ જગન્નાથ મંદિરની જમીનનો કથિત કૌભાંડ મામલો ફરી એક વખત ચર્ચાયો છે. સામાજિક કાર્યકર અતુલ દવે દ્વારા મંદિરને અપાયેલી જમીન મુસ્લિમને વેચવામાં ના આવે તે માટેની લડત ચલાવી છે. મંદિરના ઉપયોગ માટે દાનમાં આપવામાં આવેલ જમીન બારોબાર મુસ્લિમને વેચવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. દસ લાખ જેટલા પત્ર લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કૌભાંડ વિશે માહિતી જાહેર કરવામાં આવશે. જમીન પરત મેળવવા માટે મિસ કોલ કરી લોકોનો અભિપ્રાય મેળવવામાં આવશે. દોઢ લાખ ચોરસ વાર જમીન 1992માં કાયમી ભાડા પટ્ટએ આપી હતી. અઠ્ઠાવીસ હજાર વાર જમીનનો એક હિસ્સો બારોબર મફતના ભાવે યાસીન ગણીભાઈ ઘાંચી નામના એક મુસ્લિમ પેટા ભાડે આપી દીધી છે.

મંદિરની કરોડોની જમીનની ફરિયાદોને લઈને SIT દ્વારા તપાસ કરવાની માંગ કરાઈ છે. મંદિરના ભક્તો અને સ્થાનિક આગેવાનો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ મુદ્દે દખલ કરવાની વિનંતી. મંદિરની જમીનના ભાગોમાં ગેરરીતિથી વહેંચણી અને ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવો જોઈએ. જમીન કૌભાંડની SIT દ્વારા તપાસ કરવામાં આવે. મંદિરની જમીન મૂળ માલિકીના નામે પરત કરવી જોઈએ. જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz