રાજકોટમાં ચૂંટણીનો જંગ તેજ: વોર્ડ 14માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર, મોરબી રોડ પર વૃદ્ધ પર જીવલેણ હુમલાથી ચિંતા

SHARE:

રાજકોટમાં સ્થાનિક રાજકારણ અને કાયદો-વ્યવસ્થાને લઈ આજે ત્રણ મોટા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે.‎

રાજકોટ મહાનગર પાલિકા ચૂંટણીને લઈ વોર્ડ નંબર 14માં કોંગ્રેસ દ્વારા જોરદાર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો વિસ્તારમાં પદયાત્રા કરીને ઘરે-ઘરે જઈ લોકોને પરિવર્તન લાવવાની અપીલ કરી રહ્યા છે. ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન મતદારો સાથે સીધી વાતચીત કરીને કોંગ્રેસે જીત અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે.

બીજી તરફ, ભાજપ પણ પ્રચારમાં પાછળ નથી. વોર્ડ નંબર 14માં ભાજપના ઉમેદવારો અને કાર્યકરો દ્વારા પણ પદયાત્રા યોજી વિસ્તારના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘરે-ઘરે જઈ વિકાસના મુદ્દાઓને આગળ રાખીને ભાજપે ફરી જીત મેળવવાની આશા વ્યક્ત કરી છે, જેના કારણે બંને પક્ષોમાં તીવ્ર ટક્કર જોવા મળી રહી છે.

આ રાજકીય ગરમાવો વચ્ચે રાજકોટમાં કાયદો-વ્યવસ્થાને લઈને ચિંતા જનક ઘટના સામે આવી છે. શહેરના મોરબી રોડ સ્થિત સેટેલાઈટ ચોક વિસ્તારમાં એક વૃદ્ધ પર અસામાજિક તત્વોએ સરેઆમ છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. B-ડિવિઝન પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે કે શું અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ ઘટ્યો છે? પોલીસે કેસ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz