રાજકોટ: વૃદ્ધાને અડફેટે લેતી ST બસના ભયાવહ દ્રશ્યો

SHARE:

gujarat-breaking-news-13-april-2026-heatwave-dwarka-action

અમદાવાદ: ગરમીથી મતદાન પ્રભાવિત ન થયા તે માટે વિશેષ વ્યવસ્થા

અમદાવાદ: ગરમીથી મતદાન પ્રભાવિત ન થાય તે માટે મતદાન મથકો પર વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. મતદાન કેન્દ્રો બહાર કાપડના શેડ લગાવી અલાયદી વ્યવસ્થા કરાઈ છે. કેન્દ્ર પર શેડની વ્યવસ્થા ના હોય ત્યાં ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે. ગરમીથી રક્ષણ આપવા શેડ, પાણી, ORS સહિતની વ્યવસ્થા કરાઈ છે. રાજકીય પાર્ટીઓએ પણ પોતાના કાર્યકરોને મતદાન અંગે સૂચના આપી છે. મતદાતાઓ ઓછી ગરમીમાં સવારે જ મતદાન કરી લે તેવી અપીલ કરાઈ છે.

મહત્વનું છે કે આવતીકાલે તમામ ઉમેદવારોનું ભાવી EVM મશીનોમાં કેદ થશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 43 થી 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગરમીમાં મતદાતાઓ પરેશાન ન થાય અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે.

રાજકોટ: વૃદ્ધાને અડફેટે લેતી ST બસના ભયાવહ દ્રશ્યો

રાજકોટ: વૃદ્ધાને અડફેટે લેતી ST બસના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા. પારેવડી ચોકમાં બનેલા બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા છે. 17 એપ્રિલે ST વિભાગની વોલ્વો બસે અકસ્માત સર્જ્યો હતોં. અકસ્માત બાદ સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નિપજ્યું હતુ. જંગલેશ્વર વિસ્તારના હુસેની ચોકમાં રહેતા મૃત વૃદ્ધા રહેતા હતા.  મોચીબજારમાં બહેનના ઘરે જતા સમયે આ અકસ્માતનો બનાવ બન્યો. અકસ્માત મામલે બસ ડ્રાઈવર રણજીતસિંહ વાઘેલા સામે ફરિયાદ નોંધાઈ છે.

AAP પાર્ટીએ ફિલ્મના દ્રશ્યોનો પ્રચાર માટે ઉપયોગ કરતા થયો વિવાદ

AAPએ ફિલ્મના દ્રશ્યોનો રાજકીય ઉપયોગ કરતા વિવાદ થયો છે. ફિલ્મના દ્રશ્યોનો રાજકીય રીતે ઉપયોગ કરતા અભિનેતા મલ્હાર ઠાકરે ચીમકી  આપી છે. મલ્હારે કહ્યુ મારી ફિલ્મના દૃશ્યોનો રાજકીય ઉપયોગ ન કરો. મારી જાણ વિના ફિલ્મના દૃશ્યોનો ઉપયોગ કર્યો. ફિલ્મના સીન દર્શાવવા બદલ કાયદેસર કાર્યવાહી થઈ શકે. તાત્કાલિક ફિલ્મી દૃશ્યોવાળા વીડિયો ઉતારી લેવા વિનંતિ કરાઈ.

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ અભિનેતા મલ્હાર ઠાકરની ફિલ્મ ‘સાહેબ’ના દ્રશ્યનો ઉપયોગ રાજકીય રીતે કર્યો હતો. તેના કારણે આમ આદમી પાર્ટીનું ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ ડાઉન થયું છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz