Breaking news: શહીદ જવાનનો પાર્થિવ દેહ લવાયો માદરે વતન દ્રશ્યો. વડગામના ગીડાસણ ગામના શહીદ જવાન જીજ્ઞેશ ચૌધરીનો પાર્થિવ દેહ વતન લવાતા ગામ લોકો ચોધાર આંસુએ રડી પડ્યા. મહત્વનું છે કે GRP ના શહીદ જવાન જીજ્ઞેશ ચૌધરીની બિકાનેર નજીક ચાલુ ટ્રેનમાં હત્યા થઈ હતી. ટ્રેનમાં ચાદર માંગવા જેવી નજીવી બાબતે ચપ્પાના ઘા ઝીંકી જવાનની હત્યા કરાઈ હતી. જવાનનો પાર્થિવ દેહ માદરે વતન લવાતા છાપી હાઈવેથી ગીડાસણ સુધી અંતિમ યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો શહીદ જવાનને અંતિમ વિદાય આપવા ઉમટ્યા હતા. દેશભક્તિના ગીતો સાથે જવાનને અંતિમ વિદાય અપાતા ગામમા શોકમગ્ન માહોલ સર્જાયો હતો. મહત્વનું છે કે શહીદ જવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરઃ જોખમી રીતે વાહન હંકારતા વાહનચાલક વિરૂદ્ધ કાર્યવાહી
જામનગરઃ જોખમી રીતે વાહન હંકારતા વાહનચાલક વિરૂદ્ધ કાર્યવાહી થઇ. બોલેરો ચાલકે બેફામ બની જોખમી રીતે વાહન હંકાર્યું હતું. બેફામ ડ્રાઇવિંગના CCTV સામે આવતા ટ્રાફિક પોલીસની કાર્યવાહી. ટ્રાફિક પોલીસે મેમો ફટકારી દંડાત્મક કાર્યવાહી કરી.
ઉનાના રેવદ ગામના ખેડૂતે કર્યો આપઘાત
ગીર સોમનાથઃ ઉનાના રેવદ ગામના ખેડૂતે આપઘાત કર્યો. માવઠામાં મગફળીનો પાક નિષ્ફળ જતા આપઘાત કર્યાનો પરિજનોનો દાવો છે. 9 વીઘા જમીનમાં મગફળીનો પાક પલળતા નુકસાન થયું. પાક નુકસાનીને પગલે ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યો હોવાનું તેમના પુત્રએ જણાવ્યુ.




