રાજકોટમાં ભારે પવનથી વીજ થાંભલાઓ ધરાશાઈ, શીતલ પાર્ક વિસ્તારમાં વીજળી ગુલ

SHARE:

રાજકોટમાં ભારે પવનથી વીજ થાંભલાઓ ધરાશાઈ, શીતલ પાર્ક વિસ્તારમાં વીજળી ગુલ
રાજકોટ શહેરમાં ભારે પવનના કારણે શીતલ પાર્ક ચોક નજીક વીજ થાંભલાઓ ધરાશાઈ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર શીતલ પાર્ક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
જંગલેશ્વરમાં મેગા ડીમોલેશન બાદ ફરી ગેરકાયદે બાંધકામ શરૂ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડીમોલેશન બાદ ફરી એકવાર ગેરકાયદે બાંધકામ શરૂ થવાનું સામે આવ્યું છે. TP રોડ પર આવેલી એકતા કોલોનીમાં સ્થાનિકોએ ફરી બાંધકામ શરૂ કર્યું છે. અગાઉ સૂચિતના પ્લોટમાં મકાન ખરીદી કર્યા બાદ તંત્ર દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું હતું અને TP રોડ ખુલ્લો કરી ડામર રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી રોડનું કામ શરૂ ન થતા સ્થાનિકોએ ફરી ગેરકાયદે બાંધકામ શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે.
કમોસમી વરસાદ વચ્ચે પણ ચેટીચંદની ઉજવણી યથાવત
રાજકોટમાં કમોસમી વરસાદની અસર વચ્ચે પણ સિંધી સમાજ દ્વારા ચેટીચંદની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. ગઈકાલે વરસાદ હોવા છતાં માતાજીની ચોકીની ઉજવણી કરવામાં આવી હતી. જોકે, વરસાદને કારણે મંડપ અને લાઈટના પોલને નુકસાન પહોંચ્યું હતું. તેમ છતાં આજે મહાપ્રસાદનું આયોજન રાબેતા મુજબ જ ચાલુ રહેશે અને સમાજના લોકોમાં ઉજવણીનો ઉમંગ યથાવત જોવા મળી રહ્યો છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

વધુ જુઓ