ચૌધરી બિહારના સમ્રાટ બન્યા, મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
સમ્રાટ ચૌધરીએ બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જેડીયુના વિજય ચૌધરી અને વિજેન્દ્ર યાદવ પણ શપથ લેશે. ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા બિહારના મુખ્યમંત્રી બન્યા હોય તેવી આ પહેલી ઘટના છે.
વડોદરાઃ કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિ સંપર્ક વિહોણા
વડોદરામાં વોર્ડ 11માંથી કોંગ્રેસે ટિકિટ આપેલા ઉમેદવાર કનુ પ્રજાપતિ સંપર્ક વિહોણા બન્યા હોવાની ઘટના સામે આવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શહેર પ્રમુખે પણ ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચી લેવાય તેવી ભીતિ વ્યક્ત કરી છે. કોંગ્રેસી નેતાઓનું અનુમાન છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારને પક્ષવિરોધી બનાવવામાં આવ્યા હોવાની શક્યતા છે. આ વચ્ચે કોંગ્રેસના નેતાઓ ઉમેદવારને શોધવા માટે મામલતદાર પશ્ચિમની કચેરીએ પહોંચ્યા હતા, જોકે હજુ સુધી તેમની કોઈ પત્તો મળી શક્યો નથી.
રાજકોટ: ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું વિવાદીત નિવેદન
રાજકોટના ધોરાજી વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકારી તંત્ર, પોલીસ અને ચૂંટણી પંચ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે ભાજપની ટીકા દરમિયાન મર્યાદા ભૂલતા ચૂંટણી પંચને ‘પાળતુ શ્વાન’ તરીકે સંબોધન કર્યું હોવાનું સામે આવ્યું છે. વસોયાનો આરોપ છે કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે કાર્ય કરી રહ્યું છે અને હારના ભયથી ભાજપ પોલીસ તંત્રનો ઉપયોગ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવી રહ્યું છે. તેમણે વધુમાં ભાજપ દ્વારા હરીફ ઉમેદવારોને લાખો રૂપિયાની લાલચ આપવામાં આવી રહી હોવાનો પણ દાવો કર્યો છે તેમજ સત્તા મેળવવા માટે બૂટલેગરો અને ભૂમાફિયાઓને મેદાને ઉતારવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.