Gujarat Election 2026 Voting Live : CM ભૂપેન્દ્ર પટેલે પરિવારજનો સાથે કર્યો મતાધિકારનો ઉપયોગ
CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શિલજમાં પરિવારજનો સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો
.
દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે પરિવાર સાથે કર્યું મતદાન
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સાંસદ જશવંતસિંહ ભાભોરે પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેઓ દાસા પ્રાથમિક શાળાના મતદાન મથક પર પહોંચ્યા અને સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ સાથે લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોરે પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે દાહોદ જિલ્લાની તમામ તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ભાજપના ભવ્ય વિજય અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે લોકશાહી પર્વ નિમિત્તે નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ પણ કરી હતી.
