ભારતમાં મોન્સૂન 2026 ચિંતાજનક, સામાન્ય કરતાં ઓછો વરસાદની આગાહી; ખેડૂતો માટે વધશે મુશ્કેલી

SHARE:

ભારતમાં મોન્સૂન 2026 અંગે ચિંતાજનક આગાહી સામે આવી છે. હવામાન વિભાગ મુજબ આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા છે, જેમાં વરસાદ લાંબા ગાળાની સરેરાશ (LPA)ના આશરે 92% સુધી જ રહેવાનો અંદાજ વ્યક્ત થયો છે.

આ સ્થિતિ પાછળ મુખ્ય કારણ તરીકે એલ-નિનો (El Niño)ની અસર માનવામાં આવી રહી છે, જે સામાન્ય રીતે ભારતમાં વરસાદને ઓછો કરે છે. ખાસ કરીને વરસાદ પર નિર્ભર વિસ્તારોમાં પાણીની તંગી અને ખેતી પર નકારાત્મક અસર થવાની શક્યતા વધતી જોવા મળી રહી છે.

મધ્ય ભારત અને મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામિણ અર્થતંત્ર માટે પડકાર ઊભો થઈ શકે છે.

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, મોન્સૂનનો કુલ વરસાદ જેટલો મહત્વનો છે, તેટલું જ મહત્વ તેનો સમયસર અને સમાન વિતરણ પણ છે. જો વરસાદ સમયસર નહીં પડે તો ખેતી, પાણી પુરવઠો અને ખાદ્ય પેદાશો પર તેની સીધી અસર પડી શકે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને સરકાર બંને માટે આગોતરા આયોજન કરવું જરૂરી બની ગયું છે, કારણ કે મોન્સૂન ભારતની અર્થવ્યવસ્થા માટે જીવનરેખા સમાન છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz