અશાંતધારા સુધારા વિધેયક બહુમતીથી વિધાનસભા ગૃહમાં પસાર થયું છે. અશાંતધારા હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે. રાજ્યમાં અશાંત વિસ્તારની મિલકત વેચાણ માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત. નિર્દિષ્ટ વિસ્તારની મિલકતના વેચાણના ધારાના ભંગ બદલ 5 વર્ષની સજાની જોગવાઈ કરાઈ. અશાંત વિસ્તાર’ શબ્દને બદલે ‘નિર્દિષ્ટ વિસ્તાર’ જેવા વ્યાપક શબ્દપ્રયોગનો સમાવેશ કરાયો. કલેક્ટરની મંજૂરી પછી પણ રાજ્ય સરકાર ‘સુઓ મોટો’થી પુનઃ સમીક્ષા કરી શકશે. શાંતિ ભંગ થવાની શક્યતાવાળા વિસ્તારોનો પણ હવેથી અશાંત ધારામાં થશે સમાવેશ. અશાંત વિસ્તારની મિલકતના ખરીદ – વેચાણ માટે SIT બનાવાશે. કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ વડા SITની મદદ લેશે. નિર્દિષ્ટ વિસ્તારની મિલકતનો સોદો ફોક થાય તો મિલકત મૂળ માલિકને પરત આપવાની જોગવાઈ. મૂળ માલિકને ખરીદનાર મિલકત ના આપે તો કલેકટર તે મિલકત આંચકીને માલિકને અપાવી શકશે.