8 વર્ષથી ફરાર ભાવનગરના અલંગના હત્યા કેસના આરોપીને સુરત PCBએ મહારાષ્ટ્રથી ઝડપ્યો
હત્યા કેસમાં 8 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરના અલંગ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. વર્ષ 2018 માં નોંધાયેલા ગુનામાં હતો ફરાર. આરોપી સુનિલ વિષ્ણુપ્રસાદ પોલીસ પકડથી ફરાર હતો. મહારાષ્ટ્રથી સુરત PCB એ ઝડપી પાડ્યો.સાગરીતો સાથે મળી વિનોદ યાદવની હત્યા કરી હતી. આરોપીને પકડવાને લઇને 10000નું ઇનામ પણ જાહેર કરાયું હતું.
ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારનો ઐતિહાસિક નિર્ણય, વારસાઈ જમીન વ્યવહારમાં લાગશે માત્ર 300 રૂ. સ્ટેમ્પ ડ્યુટી
CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં કર્યો ઐતિહાસિક નિર્ણય. વારસાઈ જમીન વ્યવહારમાં લાગશે માત્ર 300 રૂ. સ્ટેમ્પ ડ્યુટી. જંત્રી આધારિત મોટી સ્ટેમ્પ ડ્યુટીમાંથી જનતાને મળશે મુક્તિ. સીધી અને આડી લીટીના વારસદારોને આર્થિક રાહત મળશે. મિલકત વહેંચણી સરળ બનતા કોર્ટ કચેરીના વિવાદ હવે ઘટશે. હક પત્રક વધુ સ્પષ્ટ બનશે અને પારદર્શિતામાં વધારો થશે. સરળ પ્રક્રિયાથી રાજ્યમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ મળશે.
વિદેશથી મોંઘોદાટ ગેસ લાવવાને બદલે, છાણમાંથી બાયોગેસ બનાવીને ભારત, ગેસ ક્ષેત્રે આત્મનિર્ભર બની શકેઃ ચૌધરી
વિશ્વમાં CNGની તંગી વચ્ચે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ચોકાવનારું નિવેદન કર્યું છે. વિદેશથી મોંઘોદાટ ગેસ આયાત કરવાના બદલે, છાણમાંથી બાયોગેસ બનાવીને ભારત ગેસક્ષેત્રે આત્મનિર્ભર બની શકે છે તેમ તેમણે કહ્યું છે. બનાસ ડેરીના બાયો CNG પંપ, આત્મનિર્ભરતા માટે મહત્વના હોવાનું કહ્યું હતું. બનાસકાંઠામાં બનાસ ડેરીમાં કરોડોની માત્રામાં બાયોગેસ ઉત્પાદન શરૂ છે. હાલમાં અનેક વાહનો ડેરીના બાયો CNG ગેસથી ચાલી રહ્યાં છે. વૈશ્વિક કટોકટીમાં પશુઓનું છાણ દેશ માટે સંકટ સમયની સાંકળ છે. ભવિષ્યમાં છાણમાંથી ગેસ બનશે તો ક્યારેય તંગી સર્જાશે નહીં તેમ પણ ચૌધરીએ કહ્યું હતું


