મોરબી: હકાભા ગઢવી-નિલેશ એરવાડિયાના વાયરલ ઓડિયોથી ખેડૂત આંદોલનમાં ગરમાયો માહોલ

SHARE:

મોરબી: હકાભા ગઢવી-નિલેશ એરવાડિયાના વાયરલ ઓડિયોથી ખેડૂત આંદોલનમાં ગરમાયો માહોલ

મોરબી જિલ્લાના જેતપર ગામ ખાતે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં હકાભા ગઢવી અને ઉપવાસી નિલેશ એરવાડિયા વચ્ચેનો કથિત ઓડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો ગરમાયો છે. વાયરલ ઓડિયો બાદ આંદોલન સમિતિ અને ગામલોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

મળતી માહિતી મુજબ, જેતપર ગામના લોકોએ નિલેશ એરવાડિયાને ઉપવાસી છાવણી પરથી ઉભા કરી દેવાનો નિર્ણય લીધો હતો. આંદોલનની છબી ખરડાય નહીં અને ખેડૂતોનો વિશ્વાસ યથાવત રહે તે હેતુથી તેમને છાવણીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

વાયરલ ઓડિયાને લઈને ઊભા થયેલા વિવાદ બાદ નિલેશ એરવાડિયાને હાલ સારવાર અને દેખરેખ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આંદોલન સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે હાલથી નિલેશ એરવાડિયા આ ખેડૂત આંદોલનનો ભાગ નથી અને હોસ્પિટલમાંથી પરત આવ્યા બાદ પણ તેમને ફરી ઉપવાસી છાવણીમાં બેસવા દેવામાં આવશે નહીં.

આ સમગ્ર ઘટનાએ ખેડૂત આંદોલનમાં આંતરિક વિખવાદની ચર્ચાઓને વેગ આપ્યો છે. બીજી તરફ વાયરલ થયેલા ઓડિયોને લઈને સોશિયલ મીડિયા પર પણ વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, વાયરલ ઓડિયોની સત્યતા અંગે સત્તાવાર સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']