ચોમાસામાં રાજકોટ મનપાનું ડિમોલેશન, દેવપરાની ઝૂંપડપટ્ટીમાં કાર્યવાહી

SHARE:

Rajkot Murder, Rahul Vishwakarma, Aakashvani Chowk Rajkot, Rajkot Crime News, Kalawad Road Opium Case, NDPS Case Rajkot, Morbi Gambling Raid, Gujarat Crime News, Breaking News Gujarat, Police Investigation

રાજકોટ શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન મહાનગર પાલિકા દ્વારા દેવપરા વિસ્તારમાં આવેલા ઘનશ્યામ નગર ઝૂંપડપટી વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી જ મનપાની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી અને ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. કામગીરી દરમિયાન સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કેટલાક લોકોએ ચોમાસામાં કાર્યવાહી સામે વિરોધ પણ નોંધાવ્યો હતો.

સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી મોસમ દરમિયાન ઘરો તોડવામાં આવતા અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી જશે અને બાળકો, મહિલાઓ તેમજ વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. બીજી તરફ મનપા દ્વારા દબાણ દૂર કરવાની નિયમિત કાર્યવાહી અંતર્ગત કાયદેસરની પ્રક્રિયા અનુસાર ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']