રાજકોટના રામનાથ પારા વિસ્તારમાં કથિત વાંધાજનક નિવેદર બાદ હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યવાહી કરવાની માંગ
રાજકોટ શહેરના રામનાથ પારા વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા ગૌમાતા અંગે કથિત રીતે વાંધાજનક નિવેદન કરવામાં આવ્યું હોવાના દાવા બાદ હિન્દુ સંગઠનોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા જાગી છે અને સંબંધિત વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
મળતી માહિતી મુજબ, હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરોએ સમગ્ર મામલે જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવા તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. સંગઠનોનું કહેવું છે કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતા કોઈપણ પ્રકારના નિવેદનો સહન કરવામાં આવશે નહીં અને આવા મામલાઓમાં કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ.
બીજી તરફ, પોલીસ અને વહીવટી તંત્ર સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે. હાલ સુધી સત્તાવાર રીતે કોઈ વિગતવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે.
નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર અફવાઓ અથવા ચકાસણી વગરની માહિતી શેર ન કરે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્રને સહકાર આપે.

