બિહારમાં ગંગા નદીમાં મોટી દુર્ઘટના, 14 લોકો ભરેલી નાવ ડૂબી; ત્રણના મોત, અનેક લાપતા

SHARE:

બિહારમાં ગંગા નદીમાં મોટી દુર્ઘટના, 14 લોકો ભરેલી નાવ ડૂબી; ત્રણના મોત, અનેક લાપતા

બિહારના સમસ્તીપુર જિલ્લામાં ગંગા નદીમાં ગુરુવારે મોટી નાવ દુર્ઘટના સર્જાઈ હતી. માહિતી અનુસાર, લગભગ 14 લોકો સવાર નાવ અચાનક નદીમાં ડૂબી જતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. દુર્ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અનેક લોકો હજુ લાપતા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પ્રશાસન, SDRF અને NDRFની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટના સમસ્તીપુર જિલ્લાના મોહીઉદ્દીનનગર વિસ્તાર નજીક આવેલા સુલતાનપુર ગંગાઘાટ પાસે બની હતી. નાવમાં સવાર લોકો ખેતીકામ અને પરવળ તોડવા માટે દિયારા વિસ્તારમાં જઈ રહ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, નાવ ગંગામાં થોડું આગળ વધી ત્યારે અચાનક તેજ પવન અને પાણીના ભવરમાં ફસાઈ ગઈ હતી. સાથે જ નાવમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હોવાથી સંતુલન બગડ્યું અને નાવ ગંગાના ઊંડા પાણીમાં સમાઈ ગઈ હતી.

દુર્ઘટનામાં મૃતકોની ઓળખ શ્રવણ મહતો, કાશી મહતો અને નીલમ કુમારી તરીકે થઈ હોવાનું જણાવાયું છે. ત્રણેય એક જ પરિવારના સભ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ, હજુ પણ કેટલાક લોકો લાપતા હોવાના કારણે બચાવ ટીમો સતત ગંગા નદીમાં શોધખોળ કરી રહી છે. સ્થાનિક ગોતાખોરોની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન તેજ બનાવવામાં આવ્યું છે.

પ્રશાસન તરફથી લોકોને નદી પાર કરતી વખતે સાવચેતી રાખવા અને નાવમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને ન બેસાડવાની અપીલ કરવામાં આવી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર નદી માર્ગની સુરક્ષા વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']