મોરબીમાં વરસાદી પાણીમાં સ્કૂલ બસ ફસાઈ, ફાયર બ્રિગેડે તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા

SHARE:

  • મોરબીમાં વરસાદી પાણીમાં સ્કૂલ બસ ફસાઈ, ફાયર બ્રિગેડે તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા

મોરબી, તા. 24 જુલાઈ: મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઋષિકેશ વિદ્યાલયની સ્કૂલ બસ વરસાદી પાણીમાં ફસાઈ જતાં થોડા સમય માટે ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ હતી. બસમાં અનેક વિદ્યાર્થીઓ સવાર હોવાથી વાલીઓ અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી બસને પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. ત્યારબાદ બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢીને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે. તંત્ર દ્વારા વાહનચાલકોને પાણી ભરાયેલા માર્ગો પર અવરજવર ટાળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']