રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી SOGનો મોટો નશા વિરોધી પર્દાફાશ

SHARE:

Rajkot Murder, Rahul Vishwakarma, Aakashvani Chowk Rajkot, Rajkot Crime News, Kalawad Road Opium Case, NDPS Case Rajkot, Morbi Gambling Raid, Gujarat Crime News, Breaking News Gujarat, Police Investigation

રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી SOGનો મોટો નશા વિરોધી પર્દાફાશ

રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ રાજકોટ-અમદાવાદ હાઈવે પર સફળ કાર્યવાહી હાથ ધરી ગાંજાના જથ્થા સાથે વનરાજ ઉર્ફે ટકો હાંડા અને એક સગીરને ઝડપી પાડ્યા છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે આરોપીઓ પાસેથી 14.485 કિલોગ્રામ ગાંજો કબજે કર્યો હતો.

તપાસ દરમિયાન પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત મોબાઇલ ફોન સહિત કુલ અંદાજે રૂ. 7.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે. સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે SOG દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']