રાજકોટમાં બાગેશ્વર ધામની સનાતન સેતુ કથાને લઈને વિવાદ તેજ, હિન્દૂ સંગઠનો મેદાને

SHARE:

રાજકોટમાં બાગેશ્વર ધામની સનાતન સેતુ કથાને લઈને વિવાદ તેજ, હિન્દૂ સંગઠનો મેદાને

રાજકોટમાં આગામી દિવસોમાં યોજાનારી બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ની સનાતન સેતુ કથાને લઈને વિવાદ વધુ ગરમાયો છે. કથાના વિરોધમાં કરવામાં આવેલા નિવેદનો બાદ હવે હિન્દૂ સંગઠનો અને યુવાનો ખુલ્લેઆમ સમર્થનમાં આગળ આવ્યા છે. આ મુદ્દે શહેરમાં ધાર્મિક અને સામાજિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે.

રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદના પ્રદેશ અધ્યક્ષ એ મીડિયા સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું હતું કે સનાતન ધર્મ અને હિન્દૂ સમાજના ધાર્મિક કાર્યક્રમોમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરનાર તત્વોએ સાવચેત રહેવું જોઈએ. તેમણે વિજ્ઞાન જાથા સાથે સંકળાયેલા અને ના નિવેદનોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હિન્દૂ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈપણ પ્રયાસ સ્વીકાર્ય નથી.

જીગ્નેશ રામાવતે વધુમાં જણાવ્યું કે હિન્દૂ સમાજના ધાર્મિક કાર્યક્રમો સામે વિરોધ કરવાને બદલે સૌએ સામાજિક સૌહાર્દ જાળવવું જોઈએ. તેમના નિવેદન બાદ સમગ્ર મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે. હવે આ મામલે વિરોધ કરનાર પક્ષો તરફથી શું પ્રતિક્રિયા આવે છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']
વધુ જુઓ