રાજકોટને મળી 5 નવી વોલ્વો બસોની ભેટ, મુસાફરોને મળશે વધુ આરામદાયક સફર

SHARE:

રાજકોટને મળી 5 નવી વોલ્વો બસોની ભેટ, મુસાફરોને મળશે વધુ આરામદાયક સફરરાજકોટને મળી 5 નવી વોલ્વો બસોની ભેટ, મુસાફરોને મળશે વધુ આરામદાયક સફર

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસ.ટી.) દ્વારા રાજકોટ વિભાગને 5 નવી અત્યાધુનિક વોલ્વો બસો ફાળવવામાં આવી છે. આ નવી બસોમાંથી 3 બસો રાજકોટ-ભુજ રૂટ પર અને 2 બસો રાજકોટ-વડોદરા રૂટ પર આજથી દોડતી કરવામાં આવી છે. નવી બસોનું ફ્લેગ ઓફ રાજકોટના મેયર ડો. નેહલ શુક્લના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવી સેવા શરૂ થતાં મુસાફરોને વધુ આરામદાયક, સુરક્ષિત અને આધુનિક સુવિધાઓ સાથેની મુસાફરીનો લાભ મળશે.

એસ.ટી. વિભાગ દ્વારા નક્કી કરાયેલા ભાડા મુજબ રાજકોટથી ભુજ સુધીની વોલ્વો બસની મુસાફરી માટે રૂ. 715 અને રાજકોટથી વડોદરા સુધી રૂ. 803 ભાડું નક્કી કરવામાં આવ્યું છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ખાનગી લક્ઝરી બસોને ટક્કર આપે તેવી સુવિધાઓ સાથે આ વોલ્વો બસો તૈયાર કરવામાં આવી છે, જેથી મુસાફરો ખાનગી પરિવહનને બદલે સરકારી એસ.ટી. સેવાને પ્રાથમિકતા આપે.

રાજકોટ એસ.ટી. ડેપોના મેનેજરે વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં રાજકોટને વધુ 6 નવી એસી બસો પણ ફાળવવામાં આવશે. આ બસો આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોરબી, જામનગર અને દાહોદ જેવા મહત્વના રૂટ પર શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે એસ.ટી. વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક વોલ્વો બસની કિંમત અંદાજે દોઢ કરોડ રૂપિયા છે. નવી બસોના સમાવેશથી રાજકોટ વિભાગની પરિવહન સેવાઓ વધુ મજબૂત બનશે અને મુસાફરોને ગુણવત્તાસભર મુસાફરીનો અનુભવ મળશે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']