શાપર-વેરાવળ બ્રિજ પર ટ્રકની બ્રેક ફેલથી મોટી દુર્ઘટના ટળી, 150 ફૂટ રીંગ રોડના અધૂરા કામથી નાગરિકો પરેશાન

SHARE:

gujarat-breaking-news-13-april-2026-heatwave-dwarka-action

શાપર-વેરાવળ બ્રિજ પર આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. બ્રિજ પરથી પસાર થતી એક ટ્રકની અચાનક બ્રેક ફેલ થતા વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે ટ્રક સીધી સેફટી દિવાલ સાથે અથડાઈ ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ઘટનાના કારણે થોડા સમય માટે ટ્રાફિક ખોરવાયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા અને પ્રશાસન દ્વારા સ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી.

બીજી તરફ રાજકોટ શહેરના વોર્ડ નંબર 12 અને 13 વચ્ચે આવેલા 150 ફૂટ રીંગ રોડ પર, ફોર્ચ્યુન હોટલ સામે થી વિજય હોટલ તરફ જતો માર્ગ છેલ્લા ચારથી પાંચ મહિનાથી અધૂરા કામના કારણે નાગરિકોની મુશ્કેલી વધારી રહ્યો છે. રોડનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી માર્ગ પર ખાડા, ધૂળ અને અસ્તવ્યસ્ત સ્થિતિ સર્જાઈ છે. વાહનચાલકો અને પગપાળા જતા લોકો વારંવાર પડતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં અનેક લોકોને ઈજા પણ થવાની ફરિયાદો સામે આવી છે. લાંબા સમયથી કામ પૂરું ન થવાને કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તાત્કાલિક નિકાલ કરવાની માંગ ઉઠી રહી છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz