Breaking News : જુમ્માની નમાજ દરમિયાન ઇસ્લામાબાદની મસ્જિદમાં બ્લાસ્ટ, ઈમરજન્સી જાહેર કરાઈ

SHARE:

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં જુમ્માની નમાઝ દરમિયાન ઇસ્લામાબાદની મસ્જિદમાં વિસ્ફોટ થયો છે, જેમાં અનેક લોકોના મોત થયા છે. બ્લાસ્ટ થયાનો એક ફોટો પણ સામે આવ્યો છે. હાલમાં એક આત્મધાતી હુમલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળે પોલીસની ટીમ પહોંચી છે.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં જુમ્માની નમાજ દરમિયાન એક મસ્જિદમાં બ્લાસ્ટ થયો છે. જેમાં અનેક લોકોના મોત થયા છે. આ બ્લાસ્ટને એક આત્મધાતી હુમલો માનવામાં આવી રહ્યો છે. ઘટના સ્થળે પોલીસની ટીમ પહોંચી છે.સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટ કસર એ ખદીજતુલ કુબરા મસ્જિદમાં થયો છે. જેને ઈસ્લામાબાદની સૌથી મોટી મસ્જિદ પણ કહેવામાં આવે છે. ઘટના બાદ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલથઈ રહ્યા છે. જેમાં લોકોની નાસભાગ જોવા મળી રહી છે.વિસ્ફોટ બાદ સાવચેતીના પગલા તરીકે ઇસ્લામાબાદમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે.

 

શિયા સમુદાયની મસ્જિદમાં બ્લાસ્ટ

તારલાઈની જે મસ્જિદમાં આત્મધાતી હુમલો થયો છે. તેને શિયા સમુદાયની ફેમસ મસ્જિદ માનવામાં આવે છે. પાકિસ્તાનમાં શિયા સમુદાયની વસ્તી અંદાજે 2 કરોડ છે. પાકિસ્તાનની કુલ વસ્તીના 10-12 ટકા છે.નવેમ્બર 2025 પછી ઈસ્લામાબાદમાં આ બીજો સૌથી મોટો બ્લાસ્ટ છે. નવેમ્બર 2025માં ઈસ્લામાબાદ કોર્ટની બહાર એક બ્લાસ્ટ થયો હતો. જેમાં 12 લોકોના મોત થયા હતા અને અંદાજે 36 લોકો ઘાયલ થયા હતા.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz