મેરેજ બ્યુરો દ્વારા લગ્ન અને ત્યારબાદ છુટાછેડા માટે રૂપિયા પડાવવાનો કારસો, હિંમતનગરમાં ત્રીજી ફરિયાદ નોંધાઈ-7 લોકોએ પોલીસનો કર્યો સંપર્ક

SHARE:

સાબરકાંઠાના હિંમતનગરમાં વધુ એક મેરેજ બ્યુરો દ્વારા છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. હિંમતનગર પોલીસે ત્રીજી ફરિયાદ નોંધી છે.  મેરેજ બ્યુરો સંચાલક સહિતની ટોળી સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.  વધુ એક યુવકને પોતાની જાળમાં ફસાવીને લગ્ન કરવા અને  ત્યારબાદ છૂટાછેડા લેવા માટે પૈસા પડાવ્યા હતા. પહેલા લગ્ન કરાવી બાદમાં છૂટાછેડા કરવા દબાણ કરાવી છેતરપિંડી આચરી હતી. અનેક યુવકોને મેરેજ બ્યુરોના નામે જાળમાં ફસાવી નિશાન બનાવ્યા હોવાની વિગતો સામે આવી છે. હિંમતનગર પોલીસ સમક્ષ અત્યાર સુધીમાં સાત જેટલા પિડીતો સામે આવ્યા છે. ટોળકીએ લગ્નના નામે લાખો રુપિયા યુવાનો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની દીશામાં તપાસ હાથ ધરી છે.

માંગણીઓ પરની ચર્ચામાં પૂર્વમંત્રી કુંવરજી હળપતિનો ફિલ્મી અંદાજ

માંગણીઓ અંગે ચાલી રહેલી ચર્ચા દરમિયાન પૂર્વમંત્રી કુંવરજી હળપતિએ ગૃહમાં ફિલ્મી અંદાજમાં પોતાની વાત રજૂ કરી. વિવિધ બોલીવુડ ફિલ્મોના ડાયલોગ અને શેર-ઓ-શાયરીના અંદાજમાં તેમણે માંગણીઓ પર પોતાના વિચારો વ્યક્ત કરતા ગૃહમાં રસપ્રદ માહોલ સર્જાયો હતો. વહેલી સવારે યોજાયેલી બેઠક દરમિયાન તેમના આ અનોખા અંદાજની અધ્યક્ષ દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી હતી.

સુરત: લિંબાયતમાં પતિએ કરી પત્નીની હત્યા

સુરતના લિંબાયત વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી દુપટ્ટાથી ગળું દબાવી તેની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. શરૂઆતમાં આરોપીએ ચક્કર આવી પડવાથી મોત થયું હોવાનું કહેીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મૃતકના ભાઈએ પતિ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતો હોવાનું જણાવતાં પોલીસે કડક પૂછપરછ હાથ ધરી. તપાસ દરમિયાન આરોપીનો ભાંડો ફૂટ્યો અને તેણે હત્યા કર્યાની કબૂલાત આપી. વધુ તપાસમાં સામે આવ્યું કે હત્યા પહેલા આરોપીએ ગૂગલ પર શ્વાસ રૂંધવાથી કેટલા સમયમાં મોત થઈ શકે તેમજ ક્લોરોફોર્મ ક્યાંથી મળી શકે તેવી માહિતી પણ સર્ચ કરી હતી. 9 માર્ચે યુવતીનું મોત થયું હતું અને પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']