અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદમાં મોટી કાર્યવાહી, દાનની ગણતરીમાંથી 40 કર્મચારીઓ હટાવાયા

SHARE:

અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદમાં મોટી કાર્યવાહી, દાનની ગણતરીમાંથી 40 કર્મચારીઓ હટાવાયા‏u

અયોધ્યાના રામ મંદિરમાં ચઢાવા અને દાનની ગણતરીમાં ગેરરીતિના આરોપો બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દાનની ગણતરીમાં જોડાયેલા આશરે 40 કર્મચારીઓને કામમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ નવા ગણતરી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ મંદિરને મળતી રોકડ રકમ અને આભૂષણોની ગણતરી પર હવે કડક નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર મામલે સરકાર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની SITએ 6 દિવસ સુધી તપાસ કરીને દાનના રેકોર્ડ, CCTV ફૂટેજ, કેશ ગણતરીની પદ્ધતિ તેમજ કિંમતી સામાન સંબંધિત મુદ્દાઓની તપાસ કરી છે. તપાસ દરમિયાન ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો, પુજારીઓ, બેંક અધિકારીઓ અને કેશ સંભાળતા કર્મચારીઓ સહિત 100થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. SIT આજે પોતાની પ્રાથમિક રિપોર્ટ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપે તેવી શક્યતા છે, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']