ગુજરાતમાં બોર્ડ પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષાઓ

SHARE:

ગુજરાતમાં બોર્ડ પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષાઓ

ગુજરાતમાં થોડા જ સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. બોર્ડની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષા 10 દિવસ વહેલી શરૂ થઈ રહી છે. બોર્ડે પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ પોતાની સત્તાવાર વેબસાઇટ પર મૂકી દીધો છે.

ધોરણ 10ની પરીક્ષા: 26 ફેબ્રુઆરી થી 16 માર્ચ

ધોરણ 12 સામાન્ય પ્રવાહ: 26 ફેબ્રુઆરી થી 16 માર્ચ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ: 26 ફેબ્રુઆરી થી 13 માર્ચ


પરીક્ષા શરૂ થવા જઈ રહી હોવાથી વિદ્યાર્થીઓએ તૈયારીને વધુ ગતિ આપવા તેમજ સમયપત્રક મુજબ રિવિઝન શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે. બોર્ડની વધુ માહિતી અને વિષયવાર સમયપત્રક સત્તાવાર સાઇટ પરથી મેળવી શકાય છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']

Leave a Comment