જામનગર : પવનચક્કી નજીક કાર પલટી, વોકિંગ કરતા વ્યક્તિને ઇજા
જામનગર શહેરના પવનચક્કી નજીક ગ્રીન સિટી પાસેના રસ્તા પર કાર અકસ્માતની ઘટના બની હતી. કારચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તા પર પલટી મારી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના કારણે રસ્તા પર થોડીવાર માટે અફરાતફરી સર્જાઈ હતી.
અકસ્માત દરમિયાન રસ્તા કિનારે વોકિંગ કરી રહેલા એક વ્યક્તિને કારએ અડફેટે લેતા તેમને ઇજા પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક મદદ કરી ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ તેમની તબિયત અંગે વધુ માહિતી મળવાની બાકી છે.
અકસ્માત સર્જનાર કારનો નંબર GJ-10 DN 3091 હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માતના કારણો અંગે વધુ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.




