મહેસાણા: સતલાસણા અને જોટાણાનો ગ્રામોત્થાન યોજનામાં સમાવેશ

SHARE:

મહેસાણા: સતલાસણા અને જોટાણાનો ગ્રામોત્થાન યોજનામાં સમાવેશ

મહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણા અને જોટાણા તાલુકા મથકોને ગ્રામોત્થાન યોજનામાં સામેલ કરવામાં

આવતા

 

હવે બંને મથકોમાં શહેર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે. નગરપાલિકા ન હોય તેવા આ તાલુકા મથકોનો સર્વાંગી વિકાસ કરવાના હેતુથી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેના હેઠળ સતલાસણામાં ૪૬ અને જોટાણામાં ૧૫ વિવિધ વિકાસકામો હાથ ધરાશે. યોજનામાં સીસી રોડ, સ્માર્ટ ક્લાસરૂમ સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેથી સ્થાનિક લોકો માટે શિક્ષણ, માળખાકીય સુવિધા અને જીવનસ્તર સુધરે. ગ્રામ્ય કક્ષાએથી શહેર તરફ થતું સ્થળાંતર અટકાવી, ગામડાંમાં જ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં બજેટ પર સંબોધન કરશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં બજેટ પર બોલશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં બજેટ પર બોલશે. તેઓ 12 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં તેનો જવાબ આપશે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz