કોલકાતામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.0 નોંધાઇ

SHARE:

Rajkot Murder, Rahul Vishwakarma, Aakashvani Chowk Rajkot, Rajkot Crime News, Kalawad Road Opium Case, NDPS Case Rajkot, Morbi Gambling Raid, Gujarat Crime News, Breaking News Gujarat, Police Investigation

ગુજરાત વિધાનસભામાં પ્રાકૃતિક ખેતી પર સંબોધન દરમિયાન આચાર્ય દેવવ્રતએ વ્યક્ત કરી ચિંતા

ગુજરાત વિધાનસભામાં પ્રાકૃતિક ખેતી મુદ્દે સંબોધન દરમિયાન ગુજરાતના રાજ્યપાલ Acharya Devvratએ ભૂગર્ભ જળ પ્રદૂષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે ખેડા જિલ્લામાં રાત્રિ સભા દરમિયાન થયેલા અનુભવ બાદ તેઓ કલેક્ટર સાથે મળ્યા હતા, જ્યાં કલેક્ટરે ચિંતાજનક માહિતી આપી. ખેડાના એક ગામના લોકોએ ‘નલ સે જલ’ યોજના હેઠળ ઓવરહેડ ટાંકીની માંગ કરી હતી, જેના અનુસંધાને આસપાસના લગભગ 25 ગામોમાં ભૂગર્ભ પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા. પરીક્ષણમાં પાણીમાં નાઈટ્રોજનની માત્રા વધુ હોવાનું બહાર આવ્યું, જે પીવાના લાયક નહોતું. રાજ્યપાલે જણાવ્યું કે ગુજરાતમાં ભૂગર્ભ પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જતું હોવાથી પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ સંરક્ષણ તરફ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

વડોદરા: બરોડા મેડિકલ કોલેજના વાઈસ ડીન પર અડપલાનો આરોપ

વડોદરા: બરોડા મેડિકલ કોલેજના વાઈસ ડીન પર અડપલાનો આરોપ છે. વિદ્યાર્થિનીઓના હાથ પકડી પોતાના શરીર પર ઘસાવ્યાનો આરોપ છે. બીજા વર્ષની વિદ્યાર્થીઓના વાઈવા દરમિયાન બેહુદુ વર્તન કર્યાનો આક્ષેપ છે. વિદ્યાર્થિનીઓએ પ્રોફેસર ડૉ. અમોલ ભાવે સામે ફરિયાદ કરી. સમગ્ર મામલે તપાસ વિમેન્સ હેરેસમેન્ટ વિભાગને સોંપવામાં આવી છે. આક્ષેપિત પ્રોફેસર અમોલ ભાવેને વાઈસ ડીન પદેથી હટાવી દેવાયા છે. બીજી તરફ પ્રૉફેસર અમોલ ભાવેએ તમામ આરોપ નકારી કાઢ્યા છે.

કોલકાતામાં અનુભવાયા ભૂકંપના આંચકા,  રિક્ટર સ્કેલ પર નોંધાઈ 5ની તીવ્રતા

પશ્ચિમ બંગાળના કોલકત્તામાં આજે ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, કોલકાતામાં અનુભવાયેલા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5 મેગ્નિટ્યુડ માપવામાં આવી છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']