જામનગર-રાજકોટ હાઈવે પર અચાનક ચીસો અને દોડધામનો માહોલ સર્જાયો…
જાંબુડા પાટિયા નજીક એક યુવાન પર અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અચાનક થયેલા આ હુમલાથી આસપાસના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.
હુમલામાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
હાલ પોલીસ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે.



