ગુજરાત પોલીસના ઓપરેશન ડેલ્ટા પર નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કરી પોસ્ટ

SHARE:

  • ગુજરાત પોલીસના ઓપરેશન ડેલ્ટા પર નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કરી પોસ્ટ

    ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદે ઘૂસણખોરો સામે ‘ઓપરેશન ડેલ્ટા’ હેઠળ રાજ્યવ્યાપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાયબ મુખ્ય પ્રધાન Harsh Sanghaviએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે માત્ર 24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચલાવવામાં આવેલા આ અભિયાન દરમિયાન ગેરકાયદે રીતે રહેતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. DyCMએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે રાજ્યમાં ગેરકાયદે પ્રવેશ કરનારા અને આશ્રય આપનારા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે અને ઘૂસણખોરો સામે કાયદા મુજબ સખત પગલાં ભરવામાં આવશે.

  • 04 Jun 2026 08:20 AM (IST)

    રાજ્યના 16 જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાનું યલો એલર્ટ

    રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના 16 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના વધી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

  • 04 Jun 2026 07:55 AM (IST)

    રશિયા પર યુક્રેનનો ભયંકર હુમલો

    રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેને રશિયાના સેંટ પિટર્સબર્ગ શહેર પર ડ્રોન વડે ભયંકર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલાના લાઇવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, જેમાં મોટા ધડાકા અને આગના ગોટેગોટા જોવા મળ્યા હતા. માહિતી મુજબ યુક્રેને રશિયાના મહત્વના ઓઈલ ટર્મિનલને નિશાન બનાવ્યું હતું, જેના કારણે ટર્મિનલને ભારે નુકસાન પહોંચ્યું છે. આ હુમલાથી રશિયાને આર્થિક અને વ્યૂહાત્મક રીતે મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે. યુક્રેનના ડ્રોન હુમલાએ રશિયાની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે.

  • 04 Jun 2026 07:49 AM (IST)

    ટ્રમ્પ ફ્રાન્સમાં G7 સમિટમાં હાજરી આપશે

    ઈરાન યુદ્ધને લઈને સાથી દેશો વચ્ચે વધી રહેલા તણાવ છતાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સમાં આગામી G7 સમિટમાં હાજરી આપવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે તેઓ વ્હાઇટ હાઉસ ખાતે UFC ફાઇટ ઇવેન્ટ પછી સમિટ માટે રવાના થશે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']