રાજકોટમાં ‘લવ જેહાદ’નો આક્ષેપ: પરિણીતા પર ધર્મ પરિવર્તન અને લગ્ન તોડવા દબાણનો આરોપ, આત્મહત્યાનો પ્રયાસ

SHARE:

Rajkot Murder, Rahul Vishwakarma, Aakashvani Chowk Rajkot, Rajkot Crime News, Kalawad Road Opium Case, NDPS Case Rajkot, Morbi Gambling Raid, Gujarat Crime News, Breaking News Gujarat, Police Investigation
  1. રાજકોટમાં ‘લવ જેહાદ’નો આક્ષેપ: પરિણીતા પર ધર્મ પરિવર્તન અને લગ્ન તોડવા દબાણનો આરોપ, આત્મહત્યાનો પ્રયાસ

રાજકોટ: શહેરમાં એક હિન્દુ પરિણીતાએ મુસ્લિમ યુવક સામે ગંભીર આક્ષેપો લગાવતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પરિણીતાના જણાવ્યા અનુસાર, તે લગભગ એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે અફઝલ સીદા નામના યુવકના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે ઓળખાણ વધી હતી, પરંતુ છેલ્લા છ મહિનાથી અફઝલ દ્વારા તેના પર ધર્મ પરિવર્તન કરવા તેમજ પોતાના પતિ સાથેના લગ્નજીવનનો અંત લાવવા માટે સતત દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પરિણીતાએ વધુમાં જણાવ્યું છે કે અફઝલ સાથે અનિશા નામની એક યુવતી પણ તેને લગ્ન તોડવા અને અફઝલ સાથે ભાગી જવા માટે પ્રેરિત કરતી હતી. સતત માનસિક ત્રાસ અને ધમકીઓના કારણે તે ભારે તણાવમાં આવી ગઈ હતી. પરિણીતાના જણાવ્યા મુજબ ગત રાત્રે તેણે એસિડ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના પતિની સમયસર નજર પડતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી અને તેનો જીવ બચી ગયો હતો.

મહિલાએ આક્ષેપ કર્યો છે કે અફઝલ તેને વિવિધ દરગાહોમાં લઈ જતો હતો, જ્યાં ધાર્મિક વિધિઓના નામે દોરો બાંધવામાં આવતો અને પાણી પીવડાવવામાં આવતું હતું. ત્યારબાદ ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ અને ધમકીઓ આપવામાં આવતી હતી. ઉપરાંત ગોંડલ રોડ વિસ્તારની એક હોટલમાં પોતાની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો પણ પરિણીતાએ આરોપ લગાવ્યો છે. તેના કહેવા મુજબ ઘટનાના ફોટા અને વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી રહી હતી.

પરિવારજનોના જણાવ્યા અનુસાર અફઝલ સીદા વિરુદ્ધ અગાઉ પણ ત્રણ વખત એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હોવા છતાં હજુ સુધી અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી એવો આક્ષેપ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક હિન્દુ સંગઠનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

નોંધનીય છે કે હાલ આ તમામ આક્ષેપો ફરિયાદી પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સત્ય હકીકત સામે આવશે. પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']
વધુ જુઓ