કપલ સ્વેપિંગ મુદ્દે એક યુવતીએ મીડિયા સમક્ષ આવીને અનેક ગંભીર આક્ષેપો

SHARE:

Rajkot Murder, Rahul Vishwakarma, Aakashvani Chowk Rajkot, Rajkot Crime News, Kalawad Road Opium Case, NDPS Case Rajkot, Morbi Gambling Raid, Gujarat Crime News, Breaking News Gujarat, Police Investigation

રાજકોટ: કપલ સ્વેપિંગ મુદ્દે એક યુવતીએ મીડિયા સમક્ષ આવીને અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતીના જણાવ્યા મુજબ તેના લગ્ન સુરતમાં થયા હતા અને લગ્નજીવનના શરૂઆતના થોડા મહિનાઓ બાદ જ તેને કપલ સ્વેપિંગ જેવી પ્રવૃત્તિ અંગે જાણ કરવામાં આવી હતી. યુવતીએ દાવો કર્યો હતો કે તેના પતિ સહિત કેટલાક લોકો આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા અને તેના પર પણ તેમાં સામેલ થવા માટે દબાણ કરવામાં આવતું હતું.

પીડિતાના જણાવ્યા અનુસાર કપલ સ્વેપિંગ માટે ઓનલાઈન માધ્યમો, સોશિયલ મીડિયા ગ્રુપ્સ અને અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. તેણે એવો પણ દાવો કર્યો કે આ પ્રવૃત્તિમાં માત્ર એક જ વર્ગ નહીં પરંતુ વિવિધ આર્થિક અને સામાજિક પૃષ્ઠભૂમિના લોકો સામેલ હોય છે. યુવતીએ જણાવ્યું કે તેણે આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કરતાં તેની સાથે માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો અને મારપીટ પણ કરવામાં આવી હતી.

યુવતીએ સમગ્ર મામલે કાનૂની લડત શરૂ કરી હોવાનું જણાવતાં કહ્યું કે હાલમાં આ કેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી રહ્યો છે. યુવતીના આક્ષેપો સામે સંબંધિત પક્ષ તરફથી શું જવાબ આવે છે અને તપાસમાં શું હકીકત બહાર આવે છે તેના પર સૌની નજર છે. હાલ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે, જોકે આ તમામ દાવા અને આક્ષેપોની સત્યતા અંગે અંતિમ નિર્ણય તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે.

બાઈટ : પીડિતા

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']
વધુ જુઓ