હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી

SHARE:

હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી

ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરીછે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ રાજ્યમાં તાપમાન સામાન્ય કરતાં લગભગ 5 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે, જ્યારે હવામાં ખાસ ફેરફાર ન થવાને કારણે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી, જેના કારણે ખેડૂતોની ચિંતા વધેલી છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz