U19 World Cup 2026 IND vs AFG : અફઘાનિસ્તાનને હરાવીને ભારત પહોચ્યું ફાઇનલમાં

SHARE:

U19 World Cup 2026 IND vs AFG : અફઘાનિસ્તાનને હરાવીને ભારત પહોચ્યું ફાઇનલમા

અન્ડર 19 ક્રિકેટ વિશ્વ કપની સેમિ ફાઈનલ મેચમાં, ભારતે આજે 310 રનનો પહાડ જેવો લક્ષ્યાંક સરળતાથી પાર કરીને અફઘાનિસ્તાનને હરાવ્યું .હતું. અફઘાનિસ્તાનને હરાવીને ભારતે અન્ડર 19 ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

2026 અંડર-19 વન-ડે વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ હતી, જ્યાં ભારતીય યુવા ટીમે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં 50 ઓવરમાં 310 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જોકે, ટીમ ઇન્ડિયાએ એરોન જ્યોર્જની ખાસ ઇનિંગને કારણે આ લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી લીધું હતું.

 

અફઘાનિસ્તાને પ્રભાવશાળી બેટિંગનું પ્રદર્શન કર્યું. ફૈઝલ શિનોઝાદાએ ૯૩ બોલમાં ૧૧૦ રનની શાનદાર સદી ફટકારી. ઉઝૈરુલ્લાહ નિયાઝાઈએ પણ અણનમ ૧૦૧ રન બનાવ્યા. બંનેએ ત્રીજી વિકેટ માટે ૨૦૮ રનની શાનદાર ભાગીદારી કરી, જેનાથી ભારત માટે એક ભયાનક લક્ષ્ય નક્કી થયું.

 

 

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz