ગુજરાત સરકારે આવશ્યક દવામાં નવી 150 ઉમેરીને કુલ 1479 જાહેર કરી

SHARE:

Rajkot Murder, Rahul Vishwakarma, Aakashvani Chowk Rajkot, Rajkot Crime News, Kalawad Road Opium Case, NDPS Case Rajkot, Morbi Gambling Raid, Gujarat Crime News, Breaking News Gujarat, Police Investigation

ગુજરાત સરકારે આવશ્યક દવામાં નવી 150 ઉમેરીને કુલ 1479 જાહેર કરી

ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યના આરોગ્ય ક્ષેત્રે લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-2026 માટેની આવશ્યક દવાઓની યાદી (EDL)માં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. (GMSCL) દ્વારા વર્ષ 2024-25ની 1386 દવાઓની સમીક્ષા કર્યા બાદ, 150 નવી દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે અને બિનજરૂરી 57 દવાઓ રદ કરવામાં આવી છે. જેના પરિણામે હવે આગામી વર્ષ માટે કુલ 1479 જેટલી સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સહિતની જરૂરી દવાઓ દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ બનશે.

સુરત SOGએ શંકાસ્પદ 1400 કિલો પનીરનો જથ્થો ઝડપ્યો

સુરત શહેર એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે.  1400 કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. 3.08 લાખની કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. પાંડેસરાના ભીડભંજન સોસાયટીમાં આવેલ કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા હતા.  મહેશ પુનાશંકર શર્માની અટકાયત કરી પૂછપરછ કરાઈ છે. મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમને સાથે રાખી કાર્યવાહી. 1400 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો કારખાનામાંથી મળી આવ્યો છે. સ્થળ પરથી પનીર બનાવવા માટેની પેસચરાઇઝ મશીનરી, હોમોનાઇઝર મશીન, વેન્ચ્યુરી મશીન, સ્ટોરેજ અને વજન કાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જે તમામ 25 લાખનો મુદ્દા માલ સીઝ કરાયો છે. કારખાનામાંથી નોન બ્રાન્ડેડ લુઝ એનાલોગ પનીરના સ્ટીકરો પણ મળી આવ્યા છે. 3000 જેટલા સ્ટીકર જપ્ત કરાયા, પામોલીન તેલના 28 ખાલી ડબ્બા પણ મળી આવ્યા છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']