રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે ATPOની ચેમ્બરમાં ઉગ્ર બોલાચાલી, વિડિયો વાયરલ

SHARE:

રાજકોટ મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામના મુદ્દે ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. વોર્ડ નંબર 4 વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા સ્થાનિક જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે.

મળતી માહિતી મુજબ, આ મામલે ઈસ્ટ ઝોનના ATPO તેમજ વોર્ડ નંબર 4ના ટીપી અધિકારી સમક્ષ વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. છતાં પણ ગેરકાયદેસર બાંધકામ સામે કોઈ કાર્યવાહી ન થતાં એક જાગૃત નાગરિક ATPOની ચેમ્બરમાં પહોંચ્યા હતા અને આ મુદ્દે અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

ચર્ચા દરમિયાન ATPO સાથે થયેલી આ બોલાચાલીનો વિડિયો પણ કોઈક દ્વારા મોબાઇલમાં કેદ કરી લેવામાં આવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં નાગરિક અને અધિકારી વચ્ચે ઉગ્ર વાદવિવાદ જોવા મળી રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  1. આ ઘટના બાદ મનપાના તંત્રની કામગીરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામ સામે સમયસર કાર્યવાહી કેમ ન કરવામાં આવી અને રજૂઆતો છતાં તંત્ર કેમ નિષ્ક્રિય રહ્યું તે મુદ્દે શહેરમાં ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે આ સમગ્ર મામલે મનપા તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz