દુબઈ સરકારના મીડિયા ઓફિસ અનુસાર બુધવારે અચાનક બે ડ્રોન એરપોર્ટના નજીકના વિસ્તારમાં પડી ગયા હતા. આ ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં એક ભારતીય નાગરિકને મધ્યમ ઈજા પહોંચી છે જ્યારે બે ઘાનાના અને એક બાંગ્લાદેશના નાગરિકને સામાન્ય ઈજા થઈ છે.
ઘટનાની જાણ થતાં જ ઇમર્જન્સી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઇજાગ્રસ્તોને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ફ્લાઇટ ઓપરેશન પર અસર નથી
અધિકારીઓએ જણાવ્યું કે ડ્રોન પડવાની ઘટનાને છતાં એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન સામાન્ય રીતે ચાલુ છે અને મુસાફરોની અવરજવર પર કોઈ ખાસ અસર પડી નથી.
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઘટના
આ ઘટના એવા સમયે બની છે જ્યારે મધ્ય પૂર્વ વિસ્તારમાં ઇરાન, અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે અનેક જગ્યાએ મિસાઈલ અને ડ્રોન હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે.




