અમરેલીમાં ગીર પુનઃવસવાટ મુદ્દે વિવાદ ગરમાયો, સાહિત્યકાર રાજભા ગઢવીને મંજૂરી મળતા ઉઠ્યા સવાલો

SHARE:

અમરેલીમાં ગીર પુનઃવસવાટ મુદ્દે વિવાદ ગરમાયો, સાહિત્યકાર રાજભા ગઢવીને મંજૂરી મળતા ઉઠ્યા સવાલો

અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વનવિભાગમાં માલધારી પુનઃવસવાટ મુદ્દે નવો વિવાદ સામે આવ્યો છે. પ્રસિદ્ધ સાહિત્યકાર ને ગીર અભ્યારણ વિસ્તારમાં પુનઃવસવાટ માટે મંજૂરી મળતા ગીર સંરક્ષણ સાથે જોડાયેલા વર્તુળોમાં ચર્ચા અને વિરોધ શરૂ થયો છે. ગીર સંરક્ષણ અને સિંહપ્રેમી તરીકે ઓળખાતા એ આ નિર્ણય સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

આ મામલે ધારી ડિવિઝનના DCF ની ભૂમિકા પર પણ પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. વિરોધ પક્ષનું કહેવું છે કે અગાઉ વનવિભાગના અધિકારીઓએ રાજભા ગઢવીના પિતા અને કાકાની અરજી નામંજૂર કરી હતી. તે સમયે જંગલ વિસ્તારમાં વધતા માલઢોર, ઘાસચારો પર વધતો બોજ અને વન્યજીવોના હેબિટેટને નુકસાન થતું હોવાનો આધાર દર્શાવવામાં આવ્યો હતો.

મહત્વની વાત એ છે કે વર્ષ 2023માં જે અરજીને વનવિભાગ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી, તે જ મુદ્દે હવે વર્ષ 2026માં મંજૂરી આપવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. ગીર વિસ્તારમાં ખજુરીનેસ કાર્યક્રમ, રિઝર્વ ફોરેસ્ટ અને ગીર સંરક્ષણ સંબંધિત તાજેતરના નિર્ણયો બાદ આ મંજૂરી આપવામાં આવતા સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

વિરોધીઓનો આક્ષેપ છે કે ગીરના પર્યાવરણ અને સિંહોના નિવાસસ્થાનને અસર પહોંચાડે તેવા નિર્ણયોમાં પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, સમગ્ર મામલે મીડિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ ધારી ગીરના DCF વિકાસ યાદવે ટાળ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

હાલ સમગ્ર મુદ્દે ગીર સંરક્ષણપ્રેમીઓ, માલધારી સમાજ અને વનવિભાગ વચ્ચે ચર્ચા અને વિવાદનું વાતાવરણ સર્જાયું છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']