હળવદના સાપકડામાં 765 કેવી વીજલાઇનનો વિરોધ, ખેડૂતોે કામ બંધ કરાવ્યું

SHARE:

Rajkot Murder, Rahul Vishwakarma, Aakashvani Chowk Rajkot, Rajkot Crime News, Kalawad Road Opium Case, NDPS Case Rajkot, Morbi Gambling Raid, Gujarat Crime News, Breaking News Gujarat, Police Investigation

હળવદથી વટામણ સુધી નાખવામાં આવતી 765 કેવી હાઈટેન્શન વીજલાઇનનો મુદ્દો હવે ઉગ્ર બન્યો છે. હળવદ તાલુકાના સાપકડા ગામે ખેડૂતો અને ગ્રામજનોએ વીજ કંપની સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા પૂરતું વળતર ચૂકવ્યા વગર જ ખેતરોમાં થાંભલા અને ટાવર ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે ખેતી અને બાગાયતી પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે.

સાપકડા ગામના ગ્રામજનો અને ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ કામ બંધ કરાવી વિરોધ પર ઉતરી આવ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે વીજલાઇન માટે થતી કામગીરી દરમિયાન દાડમ, જામફળ સહિતના બગીચાઓ અને ખેતીને નુકસાન પહોંચ્યું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી કંપની દ્વારા યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ અગાઉ વધુ દરે વળતર આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હવે ઓછી રકમ ચૂકવવાની વાત થતા રોષ ફાટી નીકળ્યો છે.

વિરોધ દરમિયાન ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે જ્યાં સુધી જૂનું વળતર ચૂકવવામાં નહીં આવે અને ખેડૂતો સાથે ન્યાય નહીં થાય ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં કંપનીને કામગીરી આગળ વધારવા દેવામાં આવશે નહીં. વિરોધને ધ્યાનમાં રાખીને પોલીસ અને સુરક્ષા દળોને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા.

ખેડૂતોનું વધુમાં કહેવું છે કે 765 કેવી જેવી હાઈટેન્શન લાઈનથી ભવિષ્યમાં ખેતરો અને માનવજીવન પર જોખમ ઊભું થઈ શકે છે. આ મુદ્દે ગ્રામજનોએ સરકાર અને પ્રશાસન પાસે યોગ્ય વળતર, પાકના નુકસાનની ભરપાઈ અને ખેડૂતોના હકોનું રક્ષણ કરવાની માંગ ઉઠાવી છે. હાલ સમગ્ર મામલો ખેડૂતો અને વીજ કંપની વચ્ચે તણાવનું કેન્દ્ર બન્યો છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']