કચ્છના અંજારના ફાર્મમાં ચાલતા જૂગારધામ પર દરોડા, વિદેશી દારુની બોટલ તેમજ રૂ. 77.32 લાખના મુદ્દામાલ સાથે 11 ઝડપાયા
કચ્છના અંજારના સિનુગ્રા સાહલ ફાર્મમાં ચાલતા જુગાર ક્લબ પર દરોડા પાડવામાં આવ્યા છે. અંજાર પોલીસ બાતમી આધારે દરોડો પાડી કાર્યવાહી કરી છે. પોલીસે 77.32 લાખના મુદ્દામાલ સાથે 11 આરોપી ઝડપાયા છે. ભીમજી વાલજીભાઈ વાણીયાની વાડીમાં જુગાર કલબ ધમધમતી હતી. રોકડ, 14 મોબાઈલ , 4 વાહન સહિતનો મુદામાલ કબ્જે કર્યો. એક આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી.


