Video: રાજકોટમાં સ્નૂકર કલબમાં યુવકો વચ્ચે ધમાલ, મારામારીના CCTV ફૂટેજ વાયરલ

SHARE:

રાજકોટમાં સ્નૂકર કલબમાં યુવકો વચ્ચે ધમાલ, મારામારીના CCTV ફૂટેજ વાયરલ

રાજકોટ શહેરમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. શહેરની વનતારા સ્નૂકર કલબમાં યુવકો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં યુવકો એકબીજા પર હુમલો કરતા નજરે પડે છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ગાડીના “સ્નેપ” ઉતારવાની બાબતે યુવકો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. સામાન્ય બોલાચાલી બાદ ગાડીના માલિક યુવકે “મારી ગાડીની સ્નેપ કેમ ઉતારી?” કહી અન્ય યુવક સાથે ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં મામલો ઉગ્ર બનતા મારામારી સર્જાઈ હતી.

આ હુમલામાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં થોડો સમય તણાવનો માહોલ સર્જાયો હતો.

O♦

સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સંડોવાયેલા યુવકોની ઓળખ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']