આર્થિક સંકટમાં ફસાયેલી મહિલાને સુરેન્દ્રનગર પોલીસનો સહારો, 4.50 લાખના દાગીના પરત મળતા પરિવાર ખુશ

SHARE:

  1. આર્થિક સંકટમાં ફસાયેલી મહિલાને સુરેન્દ્રનગર પોલીસનો સહારો, 4.50 લાખના દાગીના પરત મળતા પરિવાર ખુશ⊄

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની સંવેદનશીલ અને પ્રશંસનીય કામગીરી સામે આવી છે. આર્થિક મુશ્કેલીઓના કારણે પોતાના સોનાના દાગીના ફાયનાન્સ કંપનીમાં ગીરવે મૂકનાર મહિલાને પોલીસે મોટી રાહત અપાવી છે. વ્યાજ અને લોનની ચુકવણી કરવામાં અસમર્થ બનેલી મહિલાએ જ્યારે મદદ માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો દરવાજો ખટખટાવ્યો, ત્યારે પોલીસ તંત્રએ માનવતાભર્યો અભિગમ દાખવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

માહિતી મુજબ, મહિલાએ પરિવારની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સોનાના દાગીના ગીરવે મૂકી લોન લીધી હતી. પરંતુ સમય જતાં પરિવારની આર્થિક સ્થિતિ વધુ નબળી બનતા મહિલાને વ્યાજ ભરવામાં મુશ્કેલી પડી રહી હતી. પરિણામે દાગીના કાયમ માટે ગુમાવવાનો ડર ઉભો થયો હતો. આ પરિસ્થિતિમાં મહિલાએ સુરેન્દ્રનગરના એસપી નો સંપર્ક કરી સમગ્ર હકીકત રજૂ કરી હતી.

મહિલાની રજૂઆત સાંભળ્યા બાદ એસપી પ્રેમસુખ ડેલુએ તાત્કાલિક બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમને કાર્યવાહી માટે સૂચના આપી હતી. પોલીસે ફાયનાન્સ કંપની સાથે ચર્ચા કરી કાનૂની અને માનવતાપૂર્વકનો માર્ગ અપનાવ્યો હતો. પોલીસના પ્રયાસોથી અંદાજે રૂપિયા 4.50 લાખના સોનાના દાગીના છોડાવવામાં સફળતા મળી હતી.

ત્યારબાદ જિલ્લા પોલીસ કચેરી ખાતે મહિલાને બોલાવી સન્માનપૂર્વક દાગીના પરત સોંપવામાં આવ્યા હતા. દાગીના પરત મળતા મહિલાની સાથે પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર ઘટનાએ પોલીસની લોકહિતકારી છબી વધુ મજબૂત બનાવી છે.

સ્થાનિક લોકોમાં પણ આ કામગીરીને લઈને સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે પોલીસ માત્ર ગુનાખોરી સામે જ નહીં પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોને મદદરૂપ થવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']