મનપાનું સર્વર બંધ તો સીટી બસ કર્મચારીઓ રસ્તા પર સુતા ઝડપાયા

SHARE:

રાજકોટમાં બેદરકારીની બે મોટી ઘટનાઓથી લોકોમાં રોષ, મનપાનું સર્વર બંધ તો સીટી બસ કર્મચારીઓ રસ્તા પર સુતા ઝડપાયા

રાજકોટ શહેરમાં એક જ દિવસે બેદરકારીની બે મોટી ઘટનાઓ સામે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. એક તરફ રાજકોટ મહાનગરપાલિકાનું સર્વર છેલ્લા બે દિવસથી ઠપ્પ થતા અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે, તો બીજી તરફ શાપર વેરાવળ ચોકડી પાસે સીટી બસના ડ્રાઈવર અને કંડકટર રસ્તા પર સૂઈ જતા વીડિયો વાયરલ થયો છે.

રાજકોટ મનપામાં સર્વર ડાઉન થતા જન્મ-મૃત્યુ દાખલા, વેરા, લાયસન્સ સહિતના અનેક કામ અટવાઈ ગયા છે. દૂર દૂરથી આવતા લોકો કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે છતાં કામ પૂર્ણ થઈ શકતા નથી. લોકોનો આક્ષેપ છે કે કરોડોના બજેટ ધરાવતી મનપા પાસે આવી સ્થિતિમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જ નથી.

બીજી તરફ, GJ 03 BZ 4559 નંબરની 80 નંબર રૂટની સીટી બસના ડ્રાઈવર અને કંડકટર શાપર વેરાવળ ચોકડી પાસે રોડ પર આરામ કરતા જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ થતા મુસાફરોમાં ભારે નારાજગી ફેલાઈ છે. મુસાફરોનું કહેવું છે કે કર્મચારીઓની આવી બેદરકારી જાહેર પરિવહનની સુરક્ષા સામે મોટો સવાલ ઉભો કરે છે.

એક તરફ લોકો સરકારી કચેરીઓમાં કામ માટે ભટકી રહ્યા છે અને બીજી તરફ જાહેર સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓની બેદરકારી સામે આવતા શહેરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. હાલ બંને મામલે જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']