પદ્મશ્રીથી ઝગમગ્યું ગુજરાત, લોકકલા, સમાજસેવા અને સાહિત્ય ક્ષેત્રના ચાર ગૌરવોને રાષ્ટ્રપતિએ કર્યું સન્માનિત
દેશના પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કારથી ગુજરાતના ચાર પ્રતિભાશાળી હસ્તીઓને સન્માનિત કરવામાં આવતા રાજ્યભરમાં ખુશી અને ગૌરવની લાગણી ફેલાઈ છે. સંગીત, લોકકલા, સમાજસેવા અને સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર આ મહાનુભાવોને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.
ગુજરાતના પ્રસિદ્ધ ઢોલવાદક ને લોકસંગીત ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ આ સન્માન મળ્યું છે. નાની ઉંમરથી જ ઢોલક સાથે સંગીતની સફર શરૂ કરનાર હાજી કાસમે ડાયરા અને લોકસંગીતના અનેક મંચોને પોતાની કળાથી જીવંત બનાવ્યા છે. તેમણે માત્ર સંગીત ક્ષેત્રે જ નહીં પરંતુ ગૌસેવા માટે પણ અનેક કાર્યક્રમો યોજી સમાજમાં વિશેષ યોગદાન આપ્યું છે.
સુરતના જાણીતા સામાજિક કાર્યકર ને અંગદાન ક્ષેત્રે તેમના અવિરત પ્રયાસો બદલ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. “ડોનેટ લાઈફ” સંસ્થા મારફતે તેમણે ગુજરાતમાં અંગદાન અંગે જાગૃતિ લાવી છે. વર્ષ 2006થી શરૂ કરાયેલું તેમનું અભિયાન આજે હજારો પરિવારો માટે આશીર્વાદરૂપ બન્યું છે. અત્યાર સુધીમાં 1300થી વધુ અંગો અને ટિશ્યુઓનું દાન કરાવી અનેક દર્દીઓને નવજીવન અપાવવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
લોકસાહિત્ય અને આખ્યાન પરંપરાને જીવંત રાખનાર ને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે દેશ-વિદેશમાં 3000થી વધુ આખ્યાન કાર્યક્રમો રજૂ કરી ગુજરાતી સંસ્કૃતિ અને પ્રેમાનંદની પરંપરાને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ કર્યો છે. તેમની કલાએ નવી પેઢીને ગુજરાતી લોકવારસાની ઓળખ અપાવી છે.
આ ઉપરાંત અગ્રણી ગુજરાતી હાસ્યલેખક ને કલા અને શિક્ષણ ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન બદલ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. ટૂંકી વાર્તાઓથી શરૂ થયેલી તેમની સાહિત્યિક સફર હાસ્યલેખન સુધી પહોંચી અને તેમણે ગુજરાતી સાહિત્યમાં અલગ ઓળખ ઉભી કરી. તેમની રચનાઓ આજે પણ વાચકોમાં લોકપ્રિય છે.
ગુજરાતના આ ચાર ગૌરવોને મળેલા રાષ્ટ્રીય સન્માનથી સમગ્ર રાજ્યમાં ગર્વ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.


