અમદાવાદમાં જેઠ સુદ પૂનમના પાવન અવસરે 149મી પરંપરાગત જળયાત્રા ભક્તિભાવપૂર્વક નીકળી હતી.

SHARE:

અમદાવાદમાં ભક્તિભાવ સાથે નીકળી 149મી જળયાત્રા

અમદાવાદમાં જેઠ સુદ પૂનમના પાવન અવસરે 149મી પરંપરાગત જળયાત્રા ભક્તિભાવપૂર્વક નીકળી હતી. ભગવાન બળદગાડામાં સવાર થઈ ભક્તોને દર્શન આપ્યા હતા. 108 કળશમાં ગંગા પૂજન બાદ સાબરમતી નદીમાંથી પવિત્ર જળ લાવવામાં આવશે, જેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેક બાદ વર્ષમાં માત્ર એક જ દિવસ થતા વિશેષ ગજવેશમાં ભગવાન ભક્તોને દર્શન આપશે. સમગ્ર યાત્રામાં અખાડા, ભજન મંડળીઓ તેમજ ઢોલ-નગારાના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

ધોરણ 9ના વિદ્યાર્થીને ABCD પણ ન આવડતાં શિક્ષણ વ્યવસ્થાની ખુલી પોલ

જૂનાગઢ જિલ્લાના વિશળ હડમતીયા ગામમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન સરકારી શાળાના શિક્ષણના સ્તરને લઈને ચોંકાવનારો ખુલાસો થયો હતો. નાયબ સચિવે ધોરણ 9ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં એક વિદ્યાર્થીએ શિક્ષકની હાજરીમાં જ જણાવ્યું કે તેને ABCD પણ આવડતું નથી. વિદ્યાર્થીઓના જવાબ સાંભળીને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘટનાએ સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']