Title:
રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા? તાલુકા પોલીસ વિસ્તારનો વીડિયો વાયરલ, એક્ટિવા પર વિદેશી દારૂની ડિલિવરીનો દાવો
રાજકોટ:
રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂબંધીના અમલને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલાક શખ્સો એક્ટિવા પર વિદેશી દારૂના ચપલાની ડિલિવરી કરતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો એક જાગૃત નાગરિકે પોતાના મોબાઇલમાં કેદ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વાયરલ થયેલા વીડિયોમાં જાહેર રસ્તા પર એક્ટિવા મારફતે વિદેશી દારૂની હેરફેર થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં દારૂબંધીના અમલ અને પોલીસની કાર્યવાહી અંગે ચર્ચા શરૂ થઈ છે.
જોકે, Rajkot ki Aawaz આ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી. સંબંધિત પોલીસ તંત્ર તરફથી પણ આ વીડિયો અંગે કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટિ જાહેર કરવામાં આવી નથી. જો વીડિયો સાચો હોય તો સમગ્ર મામલે તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે.


