નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થવાને લઈને જિલ્લામાં પ્રગતિ પથ સંમેલન અને વિકાસ યાત્રાનું આયોજન
વડાપ્રધાન Narendra Modiના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત જિલ્લા કક્ષાએ પણ “પ્રગતિ પથ સંમેલન” અને “વિકાસ યાત્રા” યોજવામાં આવશે, જેના માધ્યમથી છેલ્લા 12 વર્ષ દરમિયાન થયેલા વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની માહિતી નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓના સંયુક્ત આયોજન હેઠળ યોજાનારી આ વિકાસ યાત્રામાં જિલ્લાના વિવિધ મહત્વના વિકાસ પ્રોજેક્ટોની મુલાકાત કરાવવામાં આવશે. યાત્રાના પ્રથમ તબક્કામાં જનપ્રતિનિધિઓ, આગેવાનો અને વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત નાગરિકો જોડાશે, જ્યારે બીજા તબક્કામાં વિદ્યાર્થીઓ, યુવાનો, સંતો-મહંતો અને સામાજિક આગેવાનોને વિકાસ કાર્યોની રૂબરૂ મુલાકાત કરાવવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની સિદ્ધિઓ અને વિકાસના કાર્યોને જનજન સુધી પહોંચાડવાનો છે.
આ ઉપરાંત “વિકસિત ભારત સંકલ્પ સંમેલન” હેઠળ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ યોજાશે, જેમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ડિજિટલ પરિવર્તન, ગરીબ કલ્યાણ અને આત્મનિર્ભર ભારત જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમ સ્થળે સરકારની 12 વર્ષની વિકાસયાત્રા દર્શાવતું વિશેષ પ્રદર્શન પણ મૂકવામાં આવશે.
જિલ્લા કક્ષાએ સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, જનસંપર્ક અભિયાન અને જનકલ્યાણ શિબિરોનું પણ આયોજન કરવામાં આવશે. અધિકારીઓએ નાગરિકોને આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાઈ વિકાસયાત્રાના સાક્ષી બનવા અને સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી છે.
મોદી સરકારના 12 વર્ષ પૂર્ણઃ જિલ્લામાં પ્રગતિ પથ સંમેલન અને વિકાસ યાત્રા દ્વારા વિકાસકાર્યો જનતા સમક્ષ રજૂ થશ


