રાજકોટનાં 18 વોર્ડમાં અલગ-અલગ ટીમો દ્વારા વસ્તી ગણતરી કરાશે, કોઈ દસ્તાવેજ નહીં માત્ર આ પ્રશ્નોનાં આપવાના છે જવાબ

SHARE:

આજથી ગણતરીદાર તમારા ઘરે આવશે

રાજકોટનાં 18 વોર્ડમાં અલગ-અલગ ટીમો દ્વારા વસ્તી ગણતરી કરાશે, કોઈ દસ્તાવેજ નહીં માત્ર આ પ્રશ્નોનાં આપવાના છે જવાબ

ભારત સરકાર દ્વારા આગામી સમયમાં થનારી વસ્તી ગણતરી 2027ના પૂર્વ ચરણ રૂપે રાજકોટ શહેરમાં ઘરયાદી અને મકાનોની ગણતરીનું મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા સમયગાળા એટલે કે 1 જૂનથી 30 જૂન સુધી આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના તમામ 18 વોર્ડમાં આ માટે જુદી-જુદી વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોમાં ગણતરીદારો અને સુપરવાઈઝરોની નિમણૂક કરીને તેમને ચોક્કસ વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ ઘરે-ઘરે જઈને આંકડાઓ એકત્રિત કરશે.

બાઈટ : પ્રણય પંચાલ ( ચૂંટણી અધિકારી)

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']