ધોરાજીની ભૂખી ચોકડી પાસે સર્જાયો કાર અકસ્માત

SHARE:

ધોરાજીના ભૂખી ચોકડી વિસ્તારમાં આજે એક ઓડી કાર અકસ્માતનો ભોગ બની હતી. પ્રાથમિક માહિતી મુજબ કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી ડિવાઈડર પર ચઢી ગઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી. જોકે કારને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']