ગોંડલના ચરખડી ગામે કૂવામાં પડી વૃદ્ધ શિવભક્તનું કરુણ મોત, વૃક્ષારોપણ માટે આવ્યા હતા વાડીમાં
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચરખડી ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે. રાજકોટના મવડી ચોકડી વિસ્તારમાં રહેતા 65 વર્ષીય કાબા ચકુ ઉમરેટિયાનું આશરે 70 ફૂટ ઊંડા કૂવામાં પડી જતાં કરુણ મોત નીપજ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, કાબા ચકુ ઉમરેટિયા છેલ્લા 15 દિવસથી ચરખડી ગામે આવેલી પોતાની વાડીએ વૃક્ષારોપણના કાર્ય માટે આવતા હતા. ઘટનાના દિવસે સવારે તેમણે પૂજા-અર્ચના કરી ભક્તિમાં લીન થઈ નૃત્ય પણ કર્યું હતું.
ત્યારબાદ તેઓ નજીકની વાડીએ જવા નીકળ્યા હતા. આ દરમિયાન અકસ્માતે તેમનો પગ લપસતાં તેઓ આશરે 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ કૂવામાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ગોંડલના ચરખડી ગામે કૂવામાં પડી વૃદ્ધ શિવભક્તનું કરુણ મોત, વૃક્ષારોપણ માટે આવ્યા હતા વાડીમાં
Rajkot ki Aawaz
FOLLOW US:
[the_ad id='179']
