રાજકોટ : 2.49 કરોડની ધાડ કેસમાં વધુ 4 આરોપીઓ ઝડપાયા, 12.50 લાખની રોકડ અને બે વાહનો કબજે

SHARE:

Rajkot Murder, Rahul Vishwakarma, Aakashvani Chowk Rajkot, Rajkot Crime News, Kalawad Road Opium Case, NDPS Case Rajkot, Morbi Gambling Raid, Gujarat Crime News, Breaking News Gujarat, Police Investigation

રાજકોટ : 2.49 કરોડની ધાડ કેસમાં વધુ 4 આરોપીઓ ઝડપાયા, 12.50 લાખની રોકડ અને બે વાહનો કબજે

રાજકોટમાં થયેલી 2.49 કરોડ રૂપિયાની ધાડના ગુનામાં રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 12.50 લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બે વાહનો કબજે કરવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઝડપાયેલા ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપીઓ ધાડ માટે બાતમી આપનારા હોવાનું ખુલ્યું છે. સમગ્ર ઘટનાનો મુખ્ય બાતમીદાર બહાદુર બબેરિયા હોવાનું સામે આવ્યું છે. બહાદુર અગાઉ 77 વર્ષીય ફરિયાદી જીતેન્દ્રસિંહ જાડેજાના ખેતરમાં લગભગ છ વર્ષ પહેલાં પેટા ભાગિયા તરીકે કામ કરતો હતો. તેને ફરિયાદીની આર્થિક સ્થિતિ અને હિલચાલ અંગે સંપૂર્ણ જાણકારી હોવાથી તેણે અન્ય આરોપીઓને માહિતી આપી હોવાનો પોલીસનો દાવો છે.

પોલીસ તપાસ મુજબ ધાડનો સમગ્ર પ્લાન મધ્યપ્રદેશના જાંબુઆ ખાતે યોજાયેલા એક મેળા દરમિયાન ઘડાયો હતો. આ કેસમાં અગાઉ રાજકોટ ગ્રામ્ય પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે હવે વધુ ચાર આરોપીઓ ઝડપાતા કુલ સાત આરોપીઓ પોલીસના હાથે ચઢ્યા છે. જોકે, હજુ પણ આ કેસમાં છ આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ માટે રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']