રાજકોટમાં માલાબાર જ્વેલર્સમાંથી મહિલાએ શાતિરાઈથી સોનાની ચોરી કરી, CCTVમાં કેદ

SHARE:

 


રાજકોટમાં માલાબાર જ્વેલર્સમાંથી મહિલાએ શાતિરાઈથી સોનાની ચોરી કરી, CCTVમાં કેદ

રાજકોટ શહેરના સોનાના શો-રૂમમાં ચોરીની એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના માલાબાર જ્વેલર્સ શો-રૂમમાં એક અજાણી મહિલાએ ખૂબ જ ચાલાકીપૂર્વક સોનાની ચેન ચોરી કરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર ઘટનાનો વિડિયો શો-રૂમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા ગ્રાહક બનીને શો-રૂમમાં આવી હતી. સોનાની ચેન બતાવવાના બહાને તેણે સ્ટાફ સાથે વાતચીતમાં ધ્યાન ભટકાવ્યું હતું. આ દરમિયાન તેણે અંદાજે રૂ. 4.72 લાખ કિંમતની સોનાની ચેન હાથસાફ કરી લીધી હતી. મહિલા દ્વારા કરવામાં આવેલી આ ચોરી શો-રૂમના કર્મચારીઓને તરત ધ્યાનમાં આવી નહોતી.

બાદમાં સ્ટોક ચેક દરમિયાન સોનાની ચેન ગાયબ હોવાનું જાણવા મળતાં CCTV ફૂટેજ તપાસવામાં આવ્યું હતું. તેમાં મહિલા ચેન ઉઠાવી તેને પોતાના કપડામાં છુપાવતી સ્પષ્ટ રીતે નજરે પડી હતી. ઘટનાની જાણ થતાં જ શો-રૂમ સંચાલન દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

એ ડિવિઝન પોલીસ દ્વારા CCTVના આધારે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આરોપી મહિલાની ઓળખ અને ધરપકડ માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં સોનાના શો-રૂમોની સુરક્ષા વ્યવસ્થા પર પણ ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.

 

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz